'પરોપકાર'
(અનુષ્ટુપ)
જીવે છે જે સ્વાર્થ ખાતર જીવન એ નિરર્થક
બીજાને ખાતર જેઓ ઘસાય એ જ સાર્થક
પરોપકાર કરે છે વૃક્ષો આપે ફિરે છાંય
જીવવું સૌએ હોય તો વૃક્ષની જેમ જીવાય
શ્રીમંત હોય ગરીબ કે દીર્ઘાયુ હો અલ્પાયું કે
નિસ્વાર્થી બનતા હશે મન જેનું ઉદાર છે
તપે છે વધારે જેમ તેમ ચમકે છે હેમ
મીઠો આપે રસ જેમ પીલાય શેરડી તેમ
પરોપકાર જે કરે માર્ગે સ્વયં દ્રઢ હશે
સદગુણ ઉપકારી પ્રાણાન્તે પણ ન ત્યજે
જીવે છે જે માત્ર આમ જીવવા ખાતર જન
ન જાણે તેઓ જીવે છે કાગશ્વાન નું જીવન
ભલે થાય કાઈ પણ બનવું ઉપકારી જ
ઉદાર બની કરવા સૌએ પરોપકાર જ