Gujarati Quote in Romance by Ashok Upadhyay

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એટલો વરસ..

વરસ એટલો વરસ કે બુઝાય સૌની તરસ,
જીવનનાં આ દિવસો સદાય સમરે સરસ,
ટીપે ટીપે લખાય ભીનો મનગમતો ઇતિહાસ,
પાને પાને શબ્દે શબ્દે નીતરે પ્રેમનો પ્રાસ,
જગતમાં કોઈ ક્યાંય ન મળે એકલું નીરસ.
વરસ એટલો વરસ કે બુઝાય સૌની તરસ,

આંખ ને આભ ના પાણી નું થાય મિલન,
ધરતી ફાડી અંકુર ફૂટે એમ યાદોનું થાય સ્ખલન,
ભીની આંખે હોઠ મજાનાં થાય મરક મરક,
આંખો સામે આવે એ ક્ષણ,દિવસોને વરસ,
વરસ એટલો વરસ કે બુઝાય સૌની તરસ,

ચારે તરફ હરિયાળી ને ઝૂમે લીલાછમ ખેતર,
મન ભરીને વર્ષા પી ને નાચે છમછમ તેતર,
કરી લે એવી મોજ કે મન મોર બની થનગાટ કરે,
વહેંચાઈ જા ફરી એનામાં એકલો અરસ પરસ,
વરસ એટલો વરસ કે બુઝાય સૌની તરસ,

અશોક ઉપાધ્યાય
05/07/2022

Gujarati Romance by Ashok Upadhyay : 111816709
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now