Gujarati Quote in Poem by જતીન ની કલમ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દો ના સાગર માંથી
ગઝલ ના મોતી વિણવા છે,
ને કલમ ની હારે માટે તો
હવે ઊંડા દરિયા ખેડવા છે.

મળ્યા સામે કૈંક મરજીવા
જે રાહ બતાવી ને થયા ચાલતા,
હવે તો મારે સામે ચાલી ને
ઘા માથે લેવા છે.

વીણવા છે તો ઘણા મોતી
પણ સાગર છે બઉ ઊંડો,
હવે તો કલમ ના સથવારે
ગઝલ ના મોતી વીણવા છે.

કોઈ પ્રેમી ઓ મળ્યા તો
કોઈ મળ્યા દોસ્તી ના ભૂખ્યા,
મળ્યા એવા કંઇક કલમ ના કલાકાર
હવે એમાંથી પોતાની કળા ગોતવી છે.

કોણ જાણે ક્યારે તરશું આ સાગર
હવે તો કલમ તું જ કહે,
કે આ દરિયા ના મોતી શોધી જવું છે કે
તણાવું છે આ શબ્દો ના દરિયા માં.

કલમ કહે કે મોજ કરવી છે
આ મોજીલા સાગર ની
તો હવે પૂછે છે કોને
મારે તો જીવવું છે મસ્ત ફકીરી થી

~જતીન ની કલમ

Gujarati Poem by જતીન ની કલમ : 111816659
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now