🙏🏻🌧✉💦🌧✉
*વરસાદને વિનંતીપત્ર*
રોજ રોજ આમ નખરા ન કર ,
ખોટા ખોટા આમ વાયદા ન કર .
દાનત હોય વરસવાની ,
વરસી જા ,
બિનજરુરી આંટા ફેરા ન કર .
સારું નથી લાગતું આ બધું તને ,
હાલત પર અમારી હસ્યા ન કર .
સો વાતની બસ એક જ વાત ,
લાંબી લાંબી આમ ચર્ચા ન કર .
વિનંતીઓ , પ્રાર્થનાઓ સૌ કરે છે ,
હવે વધારે રાહ જોવડાવ્યા ન કર .
💦💦💦💦💦💦
*વરસાદનો જવાબ*
મારા માટે તુ આમ કરગર્યા ન કર !
સાવ આડેધડ વૄક્ષો કાપ્યા ન કર !
'કાર્બન', 'ગ્રીન હાઉસ' ની વાતો ન કર,
વાતોના વડાથી જખમ ખણ્યા ન કર !
વાદળો બનાવવા રોજ મથ્યા કરુ છુ,
તુ ઓઝોનમાં ગાબડાં પાડ્યા ન કર !
સૂકીભઠ્ઠ ધરા તો છે મારી પ્રિયતમા,
મને પ્રિયતમાથી દૂર રાખ્યા ન કર !
સમયસર આવતો રહીશ, શર્ત એટલી,
પ્રકૃતિ સાથે આમ ખેલ્યા ન કર ! 🌳
🌷🪷🐄🌷🪷🐄