" પ્રેમની વાતમાં "
( ગઝલ )
તોય, ઘેલો થતો પ્રેમની વાતમાં.
ફાવતો ના કદી ગેમની વાતમાં.
દૂર ભાગી જતો સાંભળીને ચર્ચા;
લાગણી હોય ના જેમની વાતમાં.
એકલા ચાલતા એકલા એ થયા;
સાથ ના કોઈ દે તેમની વાતમાં.
બોલ, અનુભવ ન થાતો બરફનો ભલા;
હાથ ઘસતા રહે હેમની વાતમાં.
આજ Bન્દાસ છલકાય છે પ્રેમમાં;
માપુ ઊંડાણ હું ડેમની વાતમાં.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
છંદ : મુતદારિક