સ્વપ્નનો ઘણા અધૂરા રહી જશે, ( તો શું થયું )
ઉંમરનો પણ સાથ નહીં મળે, ( તો શું થયું )
જેનો સાથ જોઈતો હતો, તે નહીં મળે, ( તો શું થયું )
જેનો સાથ નથી જોઈતો તેનો મળશે, ( તો શું થયું )
હસ્તરેખાઓ પણ સાથ છોડી દેશે, ( તો શું થયું )
ગ્રહો પણ વેર-વિખેર થઈ જશે, ( તો શું થયું )
ભટકતો રહીશ તું ચોરાસી લાખ, ( તો શું થયું )
મળશે જે ભવ માં તારો સાથ, ( તો પૂર્ણ થયું )
"હિરેન દવે"