આવરે વરસાદ મોબાલીયો વરસાદ,
ઠંડા ઠંડા શ્વાસ ને વોટ્સઅપયો વરસાદ.
આવરે વરસાદ મેસેજ્યો વરસાદ,
ઊની ઊની સેલ્ફી ને અપ્લોડિયો વરસાદ.
આવરે વરસાદ ફેસબુકયો વરસાદ,
નવી જૂની પોસ્ટ ને લાઈક નો વરસાદ,
આવરે વરસાદ ઇન્સ્ટાયો વરસાદ,
નવા રીલ ને લાઈવ લાવ્યો વરસાદ.
અનિલ ભટ્ટ.