એણે કીધું પલળી જઈએ,
સાથે થોડું બ્હેકી જઈએ.

વરસાદે બંને ભીંજાયા,
કોરાકોરા સમજી જઈએ.

મોસમ મસ્તીની આવી, ચાલ,
ચોમાસામાં સળગી જઈએ.

હૈયામાં જો વાદળ ફાટ્યું,
અંદર બંને વરસી જઈએ.

છો ને દુનિયા મળવા ના દે,
દૂર રહીને સ્પર્શી જઈએ.

Gujarati Shayri by મહેશ ઠાકર : 111815629

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now