ભાઈના વહાલમાં તરબોળ છું,
પ્રેમ ભર્યો આકાશ હું ગોળ છું.
સાચી લાગણીઓ કરું વ્યક્ત,
ના જરાયે વ્યવહારે ડોળ છું.
સમજો નહીં આખું શહેર મને
હું તો માત્ર નાની એક પોળ છું.
જીંદગી છે રાત અંધારી છતાંય,
એક સવાર હું ઝાકમઝોળ છું.
ભાઈનો વહાલ છે અણમોલ,
'ઊર્મિ' હૈયે હું ઓળઘોળ છું.
'ઊર્મિ'