કચ્છી ગઝલ
વાટ નૅરેનેં વિઠી આય હી ગઝલ.
ચખ જિરા મનસૅં મિઠી આય હી ગઝલ.
પ્રેમરસ જી સેડ, મોજીલી કડૅં,
ધિલ વિછોડૅં જી ચિઠી આય હી ગઝલ.
રે! છિલેતી વિખ ભરઈ પ્યાલી જિતે.
ઉત અમી ભનધે ડિઠી આય હી ગઝલ.
જિંધ પલ જી મોજ, નૅં ડુખ ઐં ઘણૅં,
ભાવ જી ભૅંણી ભિઠી આય હી ગઝલ.
જાણકારૅં જી નજર 'ઊર્મિ' કનક,
નૅં અજાણૅં લા ઠિઠી આય હી ગઝલ.
મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'