રાહ..
તારી રાહ જોવું છું,કેટલાય દિવસથી વાતો કરવી, પણ શા માટે કરવી છે? તું કરીશ કે નઈ વાતો??..બસ રાહ જોવું છું
શું તને એમ નથી થતું કે હું સામેથી યાદ કરીને મેસેજ કરું ને વાતો કરું, ફોનમાં નેટીફીકેશન આવે એટલે એમ જ થાય તોરો મેસેજ હશે,પણ તારો મેસેજ ના હોય..છતાં રાહ જોવું છું ..
રોજ ટાઈપિંગ કરું ને પછી ડીલીટ કરું .. તને પણ આવું થતું હશે ને? ખબર નથી મને,તું વાત કરતો નથી કે મને ખબર પડે… વાત કરવા માટે મેસેજ કરવો પડે..એની રાહ જોવું છું..
હું મેસેજ કરું તો સામેથી રીપ્લાય તો તું આપે છે..પણ વાતો નથી કરતો, યાદ કરી ને ક્યારેક સામેથી મેસેજ કરી લે ને…કેમ નથી કરતો?..બસ રાહ જોવું છું…
તારી સાથે બવું બધી વાતો કરવી છે… તારે કરવી છે કે નઈ ખબર નથી?? છતાં બેશબરીથી તારા મેસેજ ની રોજ..રાહ જોવું છું..✨સ્વરા