એ બાળકોના એક ગ્રુપને લાશ મળી,
ખોવાયેલ બાળપણની તલાસ મળી.
કેદ કરી રાખ્યું, મોબાઈલ બાળપણ,
નિર્દોષતાની બાતમી તેમને ખાસ મળી.
કત્લ આધુનિકતામાં નિર્દોષતાની થઈ,
બાળપણ છિન્નવનારે અને હાસ મળી.
વાર્તા દાદા અને દાદીની ભુલાય ગઈ,
સેક્સના રંગીન સ્વપ્નની તલાસ મળી.
ફેલાયેલી વિકૃતિને વિકાસ નામ આપ્યું,
મનોજને અહીં સંસ્કૃતિની લાશ મળી.
મનોજ સંતોકી માનસ