"પિતાપ્રભુ"
વાહ...પ્રભુ..વાહ...શુ અદભુત ચરિત્ર તે રચ્યું....અને પાછું....અનહદ હિંમત..ધૈર્ય..અને કુશળતા...ભગવાન...બ્રહ્મા..વિષ્ણુજી..અને ભોળાનાથે...સંસાર ચલાવા માટે જેનું સર્જન કર્યું. જેના યુગ..હોય..જન્મ ના દાખલા થી મરણના દાખલા સુધી જેમના નામ વગર તમારી હયાતી જ ન હોય..જેના નામ સાથે આખું જીવન હોય...
જીવન ના કર્તાધરતા...જીવન આપનાર...બાળકોના Motivational Speaker ..
જે..જરૂર પડ્યે..હાથ ઉપાડે...અને જરૂર પડે હાથ મિલાવે...જરૂર પડેજ બોલે....જરૂર પડેજ...વ્હાલ કરે...જરૂર પડેજ....ખભે હાથ મૂકે....જરૂર લાગે તોજ ખીચા માં હાથ નાખે....અને જરૂર લાગે ને તો ખીચા પણ તપાસે....જરૂર લાગે તોજ જવાબદારી સોંપે....નહીતો સંપૂર્ણ જવાબદારી સંભાળે...... આપડે સૂરજની ગરમી અનુભવી શકીએ..પણ..સૂરજ ને તો નજ સ્પર્શી શકાય....જરૂર લાગે..તો ધક્કો મારે ...અને જરૂર લાગે તો...ઉભા પણ કરે....જે ઉપાડે પણ ખરી..જે પછાડે પણ ખરી....જે મારે પણ અને તારે પણ....જે બચત અને ખર્ચ નું તટસ્થ ત્રાજવું હોય....જે આપણા જીવન રૂપી ઘડિયાળ નો સેકન્ડ કાંટો છે.....જે જીવનધર્મ ની ગીતા હોય....જે છે તો બધુજ છે...જે નથી તો કશુંજ નથી....
પિતા પ્રભુ નું ના હોવું એ..શ્વાસ વગરના શરીર જેવું હોય છે....અને આજે એમના દિવસ ની ઉજવણી....જેમના "પિતાપ્રભુ" એમની સાથે છે..એમને ખાસ કે..એમને પૂજવા નું અને પૂછવાનું રોજ રાખજો...બાકી ફોટા ને અગરબત્તી ની સુગંધ નથી આવતી...ફોટા ને લાગણી નથી સમજાતી....ફોટા ને તમારી હૂંફ નથી અનુભવાતી.....ફોટા માં અવાજ નો પડઘો પણ નથી હોતો....હાથ હયાતી હોય ત્યારેજ જોડી દેજો....પગે સ્પર્શ હયાતી હોય ત્યારે જ કરી લેજો...ફોટા માં તો પગ પણ નથી હોતા...અવર્ણનીય પ્રતિભા ને કોટી કોટી..સહસ્ત્ર વંદન.🙏 "રવિશ ઉપાધ્યાય"
#વિચારોનીવિચારધારા