પ્રેમ અને વેદના..
પ્રેમ એટલે શું પણ આમ તો કસું નઈ.. પ્રેમ અને સમય ક્યારે પણ રોકાતા નથી.. જીવનમાં અમુક લોકો આવી ને ચાલ્યા જાય છે પણ એવી છાપ મુકીને જતા હોય છે કે આખી જિંદગી ઓછી પડે એમને યાદ કરવા માટે…ત્યારે તો એમ થઈ જાય કે સાલું નથી હવે જીવાતું કે નથી મરાતું..હું નથી રહી શકતી શું એ મારા વગર રહી શકશે કે મારા વગર એનો સમય તેમને જાશે?આવા કેટલાય વિચાર મનમાં ઉદ્દભવે છે ..છેલ્લે વાર મળે ત્યારે એકબીજાને ફરી મળવાનું વચન આપે છે..બસ આ ખાલી વચન છે.. માણસ , પ્રેમ અને સમય ને બદલતા ક્યાં વાર નથી લાગતી. આ તો અજીબ પ્રકારની દુનિયા છે… ખબર જ છે જે ગયો છે એ પાછો નઈ આવે છતાં પણ પાછા આવીશ એમ કહી રમત રમે જાય છે..કેમકે પ્રેમ તો ખાલી નામનો જ હતો બાકી તો ટાઈમપાસ હતો કેમકે એને ખબર જ હોય છે કે એ પાછો ફરશે નહિ.. આવી જ દુનિયા છે આ..!પ્રેમમાં અંતમાં રુદન અને આંસુ જ મળે છે ને ભૂલી ના શકાય એવી અસ્મરણિય પળો…બસ આ જ પ્રેમ .. આવો પ્રેમ ..
✨-સ્વરા