Gujarati Quote in Poem by Jagruti Pandya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી પ્યારી અનવી!
તારા આવ્યાથી હું તારો ભઈલો કેટલો ખૂશ છું! તને ખબર છે ? તુ જ્યારે મમ્મીનાં પેટમાં હતી ત્યારે હું ને મમ્મી તારી સાથે ખૂબ વાતો કરતા, તે વખતે મને ખબર જ નહોતી મારે બહેના આવવાની છે. મારે હાથે રાખડી બાંધવા મારે પણ બહેના જ જોઈતી હતી.
તારા જન્મ પછી સૌ પ્રથમ વખત તને જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો.
તારી આગળ પાછળ જ ફર્યા કરુ,
એકીટશે તને જોયા કરુ,
તારાં નાનાં નાનાં હાથ - પગ ને બઘું જોયા કરું,
તુ આંખ ખોલે, તો તરત દોડી આવું,
તુ આળસ મરડે,
બગાસુ ખાય,
તુ રડે - તુ હસે પણ,
તારું આ બઘું જ હું આખો દિવસ જોયા કરું,
ન તો હું ઘરે જાઉં,
ન તો હું સુઈ જાઉં,
ન તો મને જમવું ગમે,
બસ!!
આખો દિવસ તારી સાથે હોસ્પિટલમાં રહેવું ગમે,
પપ્પા રાતે ઘરે લઈ જતાં તો પણ મને જવું ન ગમે.
તને નાનીના ઘરે મૂકીને મારી સ્કુલ એક્ઝામ વખતે મારે દાદીના ઘરે જવું પડ્યું; તે સમયે તને છોડીને જવું મને નહોતું ગમ્યું. ત્યારે હું નાનીને અને મમ્મીને તને સાચવવાનું/ ધ્યાન રાખવું, કહીને ગયો હતો.
તુ દિવસે દિવસે મોટી થાય છે તે બધું જ હું જોવું છું.
તારાં માથા પર, વાળ પર, તારા ગુલાબી ગાલ પર અને તારા હાથની નાની નાની આંગળીઓ પર મારો હાથ ફેરવુ છુ.
મારી વ્હાલી બહેના !
તુ જલ્દી જલ્દી મોટી થઈ જા ને !
મારે તારી સાથે રમવું છે.
બાગમાં જઈ પકડદાવ અને સંતાકૂકડી રમવા છે.
મને જે આવડે છે તે બધું જ મારે તને શીખવવું છે.

Gujarati Poem by Jagruti Pandya : 111813117
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now