યાદ નથી…
બસ જિંદગી છે ને એમાં યાદો પણ ઘણી છે પણ એ યાદમાં હવે કશે તારી યાદ નથી..
બવ વાયદાઓ કર્યા પણ મલવું જ ક્યાં હતું તને પણ મેં તને વાયદો કર્યો મલવાનો એ યાદ નથી..
રોજ હસતો ચહેરો રાખું છું પણ ક્યારે સાચું હું હસી તે હવે યાદ નથી..
આંખોના આંસુ હવે સુકાય ગયા છે હવે આંખો મા પણ તારા નામનો ભેજ પણ હતો એ યાદ નથી..
તને પામવાની આશ હતી પણ તને ક્યાં મારા પ્રેમમાં રસ હતો હવે તારી નજીક પણ હતી મને યાદ નથી..
ખોટા સંબંધોને સાચવવા નથી ક્યારે વિખરાય ગઈ એ મને યાદ નથી..
એક સપનું , એક મૃગજળ ની પાછળ ભાગતા ભાગતા હું પોતાને ક્યારે ભુલી ગઈ યાદ નથી..
વિખરાઈ ગયો સંબંધ ને વિખરાઈ ગઈ બધી યાદો હવે તને હંમેશ માટે ભુલી જઈશ પછી તું કોણ છે? યાદ નથી..✨સ્વરા