કવિતાઓ મારા મનના દ્રારને ખોલે છે
મારી મનમાં રહેલી યાદો ને એ કવિતા રૂપે ઢાળે છે
કેમ કરી મારું હવે આ મનના દ્રારો ને હું તાળા
એતો કવિતાઓ રૂપી ચાવી ઓ સાથે લઈ ફરે છે
મેં શબ્દો ની થોડી રમત શીખી લીધી છે
દિલ ની વાત કહેવાની રીત શીખી લીધી છે
સમજાય તો સમજી લેજે હવે તને
દિલની વાત પણ મેં શબ્દો થી કીધી છે
હેતલ. જોષી... રાજકોટ