આજે વિશ્વ રક્તદાતા દિવસ છે, તમે એના પર રમુજ બની શકે એવું પણ વિચાર્યું નઈ હોય, કઇ વાંધો નઈ, મારી બનાવેલી રમુજ માણો::
બે મચ્છર:
પહેલો: ' ચલ આવે છે?, પેલાનું લોહી પીવા?'
બીજો:' ના, રહેવા દે, એ બિચારો નિયમિત રક્તદાન કરે છે,'
😄😄😄😄😄😄😄😄😄
બ્લડ બેંકે 50 વખત બ્લડ આપનાર ની પત્ની નું બહુમાન કર્યું...
😄😄😄😄😄😄😄😄😄😄😄
'અરે તારો સ્વભાવ કેમ બદલાઈ ગયો?'
' શું કહેવા માંગે છે '
' તું પહેલા રૂપિયા ખરચતા વિચાર પણ નોતો કરતો ને હવે પાઈ પાઈ નો હિસાબ કરે છે?'
' એક્સિડન્ટ વખતે મને અમદાવાદી નું લોહી ચડાવવામાં આવેલું'
😄😄😄😄😄😄😄😄😄😄😄😄
' તું બહુ ગુસ્સા માં હોય ત્યારે જ કેમ રક્તદાન કરવા જાય છે?'
' લોહી ઉછાળા મારતું હોય તો બેગ ફટાફટ ભરાય ને એટલે '
😄😄😄😄😄😄😄😄😄😄😄
' બ્લડ બેંક વાળા કેમ 350 ml જ બ્લડ લે છે?'
' એમને ખબર હોય જ કે પત્ની એ આટલું તો બચાવ્યું જ હશે '
😄😄😄😄😄😄😄😄😄😄😄
' આ બ્લડ બેંક વાળા રક્તદાન પછી કોફી કેમ પાય છે?'
' મગજ શુદ્ધ કરવા '
' પણ મેં તો વાંચેલું કે કોફી લોહી શુદ્ધ કરે એટલે રક્તદાન પછી કોફી પીવાની?’
' સાચી વાત ટોપા, પણ એજ લોહી મગજ માં પણ પહોંચે ને?'
😄😄😄😄😄😄😄😄😄😄
' ઓ મિત્ર ,તને ખબર છે, તે દિવસે પેલા સાહેબ, રક્તદાન કેમ્પ માં રક્તદાન કરતા બેભાન જેવા થઈ ગયેલા?
' હા, એ તો બીપી માં વધ ઘટ થાય એટલે એવું થાય '
' અલ્યા ના, એવું નોતું'
' તો '
' એ દિવસે પત્ની તો સાથે હતી પણ પછી એમની ગર્લફ્રેન્ડે પણ એન્ટ્રી મારેલી'
😄😄😄😄😄😄😄😄😄😄😄
મિત્રો, રક્તદાન
એ એકપણ રૂપિયા પૈસા ખર્ચ્યા વગર નું દાન છે , કોઈ પણ સમયે આપણા શરીર માં 5 થી 6 લીટર બ્લડ વહેતું જ હોય છે, આપણા બોનમેરો માં સતત બ્લડ બન્યા જ કરતું હોય છે ,એટલે રક્તદાન થી લોહી ઓછું થતું નથી, તમારા આપેલા બ્લડ થી કોઈ નું જીવન બચી શકે છે, અને હાં તમે જે બ્લડ બેંક માં રક્તદાન કરો છો ,
એના ટેસ્ટ થતા(Hb,HIV,HbsAg,HCV,VDRL) હોય છે, જૉ કોઈ ટેસ્ટ માં પ્રોબ્લેમ હોય તો ટેકનીશ્યન તમને સામેથી ઇન્ફોર્મ કરશે, (તમને રિપોર્ટ આપવામાં નઈ આવે)તો એનો પણ એક ફાયદો જ છે ને?
બીજુ કે નિયમિત રક્તદાન થી હાર્ટ એટેકના ચાન્સીસ ઘણા ઓછા થઈ જાય છે ,.. તો મિત્રો ને નમ્ર અપીલ છે કે નિયમિત રક્તદાન કરો અને કરાવો, રક્તદાન દિવસ ની રાહ જોયા વગર અને બની શકે તો દર ત્રણ મહિને....
.
.
.
.
.
.
.
.
,
જતીન ભટ્ટ (નિજ)(57th Times blood donation)
yashhealthservices@yahoo.com
94268 61995