નાનકડી પરીએ પાડી પાપા પગલી મારા આંગણમાં
હજાર રંગો રેલાયાં, ખુશીના ફૂલો મહેક્યાં પ્રાંગણમાં.
કિલકારીઓથી હરખાઈ એની ગૂંજી ઉઠ્યું ઘર મારું,
અમ જીવન કેરું સુંદર સપનું ફળીભૂત થયું અમારું.
હરખની ઢગલી, ચાંદા ચોળી ને વળી પૂરણ પોળી,
ચાંદો સૂરજ રમતાં, તારાઓ છાબમાં ભરતાં ખોળી.
દિન રાત એને વહાલ કરું વખત એમ વીતી જાય,
'ઊર્મિ' દિકરી વહાલનો દરિયો એ હરપળ છલકાય.
'ઊર્મિ'