Gujarati Quote in Funny by Jatin Bhatt... NIJ

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

😄😄😄😄😄😄
'નિજ સ્વામી' ઉવાચ:

એ વસ્તુ ખોટી કે,
_ શાકભાજી વાળો, ઈસ્ત્રી વાળો, કે રિક્ષાવાળા ના છોકરો કે છોકરી 10 કે 12 માં ધોરણ માં ખૂબ જ સારા ટકા લાવ્યા હોય ને તમે તમારા છોકરાવ ને ખીજાવા માંડો જ્યારે તમેય SSC માં ચાર ટ્રાયલેય માંડ પાસ થયા હતા...
_ પડોશણ કે મિત્ર ની મિસિસ સારું ખાવાનું બનાવે અને તમે તમારી ' સગી ' મિસિસ ને વઢી કાઢો ...
_ પેલો તમારો દૂર નો મિત્ર લક્ઝરી ગાડી લઈ ને ફરતો હોય ને એ જોઈ તમે
લોન લઈ એના જેવી ગાડી લો પછી ભલે ને હપ્તો મોટો આવે ને પાયજામોય સિલાઇ મારીને પહેરવો પડે?!!!!
_ બાજુ વાળો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મંગાવે ને એનું જોઇ તમેય TOI મંગાવો છો પછી ભલેને ડીક્ષનરી લઇ બેસવું પડે...
_ પેલો તમારો ફ્રેન્ડ યુરોપ ફરીને આવ્યો ને એ જોઈને તમેય દેવું કરીને સાઉથ ફરવા જાઓ છો પછી ભલેને ઘરે આવીને મહિનો સાયકલ પર ફરવું પડે...
_ ફલાણો મિત્ર તો ' જોકી ' ના જ કે પેલો મિત્ર તો ' રેબોક' ના જ કે ' વૂડલેન્ડ 'ના જ કપડાં કે એકસેસરીજ પહેરે છે અને એનું જોઈને જો તમે એવું ચાલુ કર્યું તો હમણાં તમે જે નાડા વાળી ચડ્ડી પહેરો છો એ પણ જતી રહેશે...
_ ફલાણીએ તો 10 દિવસ માં 8 કિલો વજન ઉતાર્યું, ને એ દેખા દેખી માં તમે ક્રેશ ડાયટીંગ માં તમારું વજન ઉતારવા ગયા અને ધડામ દઈને કોઈ જગ્યા એ પડી જાઓ છો ....

માટેજ ભાઈઓ અને બહેનો,દેખા દેખી થી દુર રહેવામાં જ કલ્યાણ છે અને એટલે જ આપણામાં કહેવત છે...
_ ચાદર એટલી સોડ...
_ બીજાનો બંગલો જોઇ આપણું ઝૂંપડું ન તોડાય...
.😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
.
.
.
.
.
. જતીન ભટ્ટ (નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995

Gujarati Funny by Jatin Bhatt... NIJ : 111811696
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now