હે નારી.....
તારી રેખા તું જ ખેંચ જાનકી,
તારાં ચીર તું સંભાળ પાંચાલી.
દુર્ગારૂપે દીસતી તું બહુ નિરાળી,
વખત આવ્યે બની જા તું કાલી.
આંખ ઉઠાવે કોઈ દીકરી સામે,
ઘોંચ કટારી યા ધર વિષપ્યાલી.
વખત વીત્યે પરિણામ તો શૂન્ય,
મોકો જોઈ ખેલ ખૂનની હોળી.
યાદ કરી પ્રસૂતિની અપાર પીડા,
નરાધમોને જીવતાં ચડાવ શૂળી.