Gujarati Quote in Motivational by મહેશ ઠાકર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આમારા સમય ના માસ્તર...
( મા કરતા પણ જેનુ સ્તર ઉંચુ હતુ તેવા ) કેટલા દીર્ઘ દ્રષ્ટા હતા, જે વાતની સમજણ આજે પડે છે...

**સજા નં ૦૧ )**
બાકડા ઉપર ઉભા કરવામાં આવતા
**રહસ્ય**
તમારા વ્યકત્વની ઉંચાઇ વધારો. જીંદગી મા કંઈક બનવા મોટા સ્વપ્ન જુઓ

**સજા નં ૦૨ )**
હાથ માથા ઉપર ઉભા કરી ઉભા રહો
**રહસ્ય**
ઉંચો ધ્યેય રાખો અને
આગળ વધો

**સજા નં ૦૩ )**
દીવાલ સામે મોઢુ રાખી ઉભા રહો
**રહસ્ય**
પોતાનુ આત્મનિરીક્ષણ કરો

**સજા નં ૦૪ )**
ક્લાસ ની બહાર ઉભા રહો.
**રહસ્ય**
:ચાર દીવાલો માથી બહાર જગત ને જુઓ,અનુભવો

**સજા નં ૦૫ )**
પંચાંગ પ્રણામ ( ગોઠણ, કોણી, માથુ જમીન ને અડવા )
**રહસ્ય**
જીંદગી મા નમ્રતા લાવો:
**સજા નં ૦૬ )**
મુર્ગો બનો
**રહસ્ય**
શરીર ની સહન શક્તિ વધારો :

**સજા નં ૦૭ )**
બ્લેક બોર્ડ ને સાફ કરવા ની,
**રહસ્ય**
જીવન ના સારા માઠા પ્રસંગ ભુલો,
નવી શરૂઆત કરો:

**સજા નં ૦૮ )**
મોઢા ( હોઠ ) ઉપર આંગળી રાખો
**રહસ્ય**
પોતાની બડાઈ ઓછી અથવા
કરો જ નહી :

**સજા નં ૦૯**
કાન પકડી ઉભા રહો
**રહસ્ય**
:ધ્યાન થી સાંભળી ગ્રહણ કરો:
**સજા નં ૧૦ )**
પગ ના અંગુઠા પકડો
**રહસ્ય**
કોઈ વાળે તેમ વળો:

**સજા નં ૧૧ )**
પાઠ કે ઘડીયો દસ કે વધારે વાર લખવો
**રહસ્ય**
પાકે પાકુ યાદ રાખવા સાથે યાદદાસ્ત વધારો:

**સજા નં ૧૨ )**
નિશાળ છુટ્યા પછી પણ ઉભા રહેવાનુ
**રહસ્ય**
આંધળો દોટ ન મુકો અને વિશિષ્ટ વ્યક્તિ બનો.


*મને લાગે છે આપણા શૈક્ષણિક જીવન મા જે શિક્ષા,દીક્ષા,નો વૈભવ મેળવ્યો તે આજે અમૂલ્ય છે..!!!:

-મહેશ ઠાકર

Gujarati Motivational by મહેશ ઠાકર : 111811181
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now