Gujarati Quote in Motivational by Manisha Bhayani Mehta

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ગોદડું*

********





તમારા

લક્ષરીયસ આવાસનાં “સ્ટોરેજ” માં

એક જૂનું ગોદડું ગડી વાળીને રાખી મુકજો.



જે તમારી માતાએ , તમારા પોતાનાનાં જુના કપડાં

કાપી, ગોઠવી ને, તમારી પતંગની દોરની રઝળતી લચ્છીના દોરા વડે,

કામગરા હાથથી એનાં ટેભાં લીધા હશે.



એની ખોળ સીવી હશે પોતાના જુના સુતરાઉ સાડલાંમાંથી,

જેનો પાલવ ગોદડું શોભે એમ ગોઠવ્યો હશે.



એ પાલવ ,

જે તમારા ઇષ્ટ માટે ઇષ્ટદેવ સામે પથરાયો હશે.



એ પાલવ,

જેની નીચે સંતાડીને માતાએ તમને અમૃત પાયું હશે,

ને પછી એ જ પાલવ વડે દુધિયા હોઠ લૂછી આપ્યા હશે.



એ પાલવ,

જેના છેડે બાંધેલો રૂપિયો તમને ભમરડો ખરીદવા મળ્યો હશે.



એ પાલવ નીચે

પિતાના રોષથી બચવા તમને શરણ મળ્યું હશે.



એ પાલવે

તમે પડી આખડી ને આવ્યા હશો ત્યારે તમારા ધૂળ મિશ્રિત

આંસુ લૂછયાં હશે ને પછી છાનામાના પોતાની આંખમાં

આવેલ પાણી પણ લૂછી લીધું હશે.



ઈમ્પોર્ટડ બ્લૅકેટમાં જ્યારે અનિંદ્રા સતાવે ત્યારે,

પેલા પાલવવાળા ભાગને તમે છાતી નજીક રાખી

એ ગોદડું ઓઢી જજો.



તમને ઊંઘ આવી જશે:

બાળક જેવી.



-મનીષા મહેતા (ધરા)

Gujarati Motivational by Manisha Bhayani Mehta : 111811128
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now