ચાહું છું ભરપૂર તને દિલમાં પણ સમાવું છું.છતાં ક્યારેક નફરત પણ કરું છું.
દિલમાં અપાર ચાહત છે,તને મળવાની ઈચ્છા છે.છતાં મળીને ક્યારેક નફરત પણ કરું છું.
સમજાતું નથી કે તને ચાહું છું કે પછી આકર્ષણ છે,એ વિચારતા પણ નફરત કરું છું.
વારંવાર મુલાકાત ઈચ્છું છું,પણ ક્યારેક ફરિયાદ વગર પણ તને નફરત કરું છું.
નફરત ક્યારેક થાય તેનું કારણ તું નહિ પણ મારો સ્વભાવ છે,એટલે તને નફરત કરું છું.
નફરત કરતી હું ,તને ખૂબ પ્રેમ કરું છું,સમજી શકે તો હું નફરતવાળો પ્રેમ કરું છું.
-Bhanuben Prajapati