ક્યારેક સાંજે
અકારણ જ શ્યામ વાદળ
ઘેરાઇ આવે ત્યારે
તને મારી યાદ આવી જાય છે ખરી ?
ગલીમાંથી પસાર થતાં,
ગુલમહોરની નીચી નમેલી
ડાળી પરનું એકાદ ફૂલ
પગ પાસે ખરે,
ત્યારે હું યાદ આવું છું ખરો !
ઉદાસ સાંજની એકલતામાં
જયારે લાગતો હોય
શ્ર્વાસનો પણ બોજ
ત્યારે હું પાસે હોઉં એવી ઈચ્છા
એકાદ ક્ષણ પણ થાય છે ખરી ?