આજે વિચાર આવ્યો કે કાંઈ વિચાર કરું,
વિચાર એવો હતો કે કાયદામાં કાંઈ કરું,
કાયદો સમજી શકું કે કાયદો શીખી શકું,
કાયદો લખી તો ના શકું પણ કાયદો સમજાવી શકું,
વિચાર એવો હતો કે કાયદામાં કાંઈ કરું.
કાયદો શીખ્યા પછી એવું લાગ્યું મળી છે તાકાત,
પણ જ્યારે કાયદાને લીધો અમલમાં ત્યારે વધી ગયો વિવાદ,વિચાર એવો હતો કે કાયદામાં કાંઈ કરું.
હું પહોંચી ગયો ન્યાય મંદિર માં ન્યાય મેળવવા,
ત્યારે ખબર પડી કે સરળતાથી નથી મળતો ન્યાય,
પૈસા અને રાજકારણના સત્તાથી મળે છે ન્યાય, પરંતુ એ મારી પાસે હતું નહીં પણ વિચાર એવો હતો કે કાયદામાં કાંઈ કરું.