Gujarati Quote in Poem by Kamejaliya Dipak

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

(અનુષ્ટુપ)
બનાવે અમીરો ઊંચા ગગનચુંબી મંદિરો
ચણે છે મ્હેલ ઊંચેરા ચણે ઊંચા મિનારાઓ
લટકાવ્યા મહિ નવા ઝુમ્મરોને ઘુમ્મટો ત્થા
બનાવી આસપાસ છે ચંદનવાટિકાઓ ત્યાં
વેડફ્યું ધન એવામાં પૂર્વેથી રચ્યું નવામાં
નજરે ન કરી એવામાં અર્ધક્ષુધિત સેવામાં
પુરુષાર્થ કરી તેઓ જમે ટાણે-કટાણે જે
દીન બે દિન આશા તે જીવવાની ધરાવે છે
આવશે દિન એ એવો બળશે તુ અને મ્હેલો
જન ભૂખ્યા તણી જાગી જઠરાગ્ની હવે જેમાં
અકાળે કરમાઈને પાછા નવા ફૂલો બન્યા
જોઈ લેજે તુ એમને તેમની ઉપ્હાસ લીલા
ન કોઈ કરશે એવી ચંદનવાટિકા ક્યાય
સુખે કરી મહેનત દિપક પામશે ન્યાય

Gujarati Poem by Kamejaliya Dipak : 111810182
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now