જીવનમાં સુખ દુઃખનું ગ્રહણ લાગી ગયું,
પ્રેમમાં તો નફરતનું ગ્રહણ લાગી ગયું....
સરળ અને સારી ચાલી રહી હતી જિંદગી,
એમાં જવાબદારીનું ભારણ વધી ગયું....
મારી નાની દુનિયામાં શાંતિથી રહેતો હતો,
જે મળ્યું એમાં ખુશ થવાનું કારણ મળી ગયું...
આ સફરમાં ઘણાંએ સાથ આપ્યોને ઘણાં છોડીને જતાં રહ્યા,
મતલબી દુનિયામાં કોઈ કોઈનું નથી એવું તારણ મળી ગયું....
ગ્રહણ લાગ્યું એ પણ સારું થયું સાચા ખોટાની પરખ થઈ,
જીવનમાં કોણ સાથે રહેશે એનું સારણ મળી ગયું...
જીવનમાં જે થઈ ગયું એની વ્યર્થ ચિંતા શા માટે કરવી,
ધીરજ રાખી એટલે તો સફળતાનું ગ્રહણ મળી ગયું....
-Bhargav Jagad