તારી સાથે હાર મેળવીને ,પણ જીતી ગયો છું.
તને મેળવીને પ્રિયે,હું મારી જાતને ભૂલી ગયો છું.
તું આવી મારા જીવનમાં , હું જાણે જગ જીતી ગયો છું.
હાર,જીતની બાદબાકી કરીને પણ ખુશ થયો છું.
જીતની બાજી તે મારી પણ હાર પામી તને પામી ગયો છું.
હાર્યા પછી દિલની બાજી જીતીને હું એક બાજીગર બની ગયો છું.
-Bhanuben Prajapati