હોય સ્પર્ધા તો થાય હાર કા જીત એ તો નિશ્ચિત છે,
પણ મારે તો બસ રમવું છે.
એ બાળપણ પાછું મારે માણવું છે,
થાય હાર કે જીત મારે તો રમવું છે
થપ્પો (hide and seek) રમતા રમતા મારી માતાના
પાલવમાં સંતાવું છે,
થાય હાર કે જીત મારે તો રમવું છે.
પકડમપટીમાં આજે ય તને હરાવું છે,
થાય હાર કે જીત મારે તો રમવું છે.
નાની નાની નાવ બનાવી વરસાદમાં ભીંજાવું છે,
થાય હાર કે જીત મારે તો રમવું છે
કાગળના હવાઇ જહાજમાં મારે આકાશમાં ઉડવું છે,
થાય હાર કે જીત મારે તો રમવું છે
મારે તો ફરી ફરી હારવું છે,
પણ ફરી મારે તો બસ રમવું છે