હું લખી શકું તને,
તું વાંચી શકે મને,
એવી એક ક્ષણ તો આપ જીંદગી..
હું શબ્દો વગર લખી શકું તને,
તું સમજ્યા વગર વાંચી શકે મને,
એવી એક ક્ષણ તો આપ જિંદગી...
મારાં શબ્દોને મળે અનેક શ્રુષ્ટિના,
તારા વિચારોને મળે એક કલ્પના,
એવી એક ક્ષણ તો આપ જિંદગી....
હું રાખું તારા પ્રત્યે હેત અપાર,
તું નીકળે મારા દિલમાં આરપાર,
એવી એ ક્ષણ તો આપ જિંદગી.....