ના સમજમાં દિલની વાત તને કહી દીધી કે" હું તને ચાહું છું."
ના સમજમાં દરેક દિલની વાત એક કિતાબ સમજી તને કહી દીધી.
ના સમજમાં તને પ્રેમ કરીને તારી સાથે મુલાકાત કરી દીધી.
ના સમજમાં કેટલાક ખોટા નિર્ણય તારી સાથે કરી દીધા.
ના સમજમાં મે તારી તમામ વાત માની ને ચાલતી રહી.
ના સમજમાં હું મારા પોતાના છોડીને તારી સાથે આવી ગઈ.
ના સમજમાં હું આજે છું તારી સાથે છતાં,એકલી બની રહી ગઈ.
સમજ આવી ત્યારે દિલની સાચી વાત જાણવા છતાં ચૂપ થઈ ગઈ.
પ્રજાપતિ ભાનુબેન બી "સરિતા"
-Bhanuben Prajapati