Gujarati Quote in Microfiction by M. Soni

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક મહિલાનો પતિ ખોવાઈ ગયો.
બેન ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશનમાં ગયા
પોલીસ : હાં બોલો શું થયું?
મહિલા : મારા પતિ ખોવાઈ ગયા છે.
પોલીસ : તમારા પતિ વિશે વિગતો લખાવો.
ઉંચાઇ કેટલી છે?
મહિલા : ક્યારેય નોટિસ નથી કર્યું.
પોલીસ : બાંધો કેવો છે?
મહિલા : થોડા જાડા થોડા પાતળા.. બૌવ યાદ નથી.
પોલીસ : આંખો કેવી છે?
મહિલા : એની આંખોમાં કયારેય જોયુ નથી.
પોલીસ : વાળનો કલર?
મહિલા : કદાચ કાળો જ છે.
પોલીસ : ગુમ થયા ત્યારે શું પહેર્યુ હતું?
મહિલા : યાદ નથી.
પોલીસ : ગુમ થયા ત્યારે કંઇ સાથે લઇ ગયા છે?
મહિલા : હા અમારો કુતરો સાથે છે, એનુ નામ રોમિયો છે, ગળામાં ગોલ્ડન પટ્ટો છે એમા બ્લુ કલરનાં બે ફૂમકા લગાવ્યા છે, એની આંખો બ્લુ છે અને વાળ ભૂખરા છે. ઉંચાઇ ૩૦ ઈંચ છે અને ઠીકઠાક હેલ્ધી છે. એના આગળનાં ડાબાં પગનાં અંગુઠાનો નખ તૂટી ગયો છે.
એને થેપલાં બહુ ભાવે અને બ્રેડની એલર્જી છે.
એ મારી સાથે જ જમે અને મારી સાથે જ સૂઈ જાય..
પોલીસ : ચલો આપણે પહેલા કૂતરાને જ શોધીએ..
😂😂😂😂

Gujarati Microfiction by M. Soni : 111807913
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now