એની લાંબી દાઢી ના હતી
સમય ની થપાટે એ એકવડિયું
શરીર વૃદ્ધ વધુ લાગતું હતું
પોલીસ એને મોહમ્મદ કહી
ને મારતી રહી ને દર વખતે
એ કરગરતો રહ્યો , રડતો રહ્યો
હું મોહમ્મદ નથી પણ
હિન્દૂ ધર્મ ની વર્દી પહેરનાર
એનું સાંભળે ક્યાંથી ? એને
રોજ ટીવી , મીડિયા માં હિન્દૂ
ધર્મ બચાવાની ને મુસલમાનો ને
ધિક્કાર કરવાનું અફીણ રોજ
પીવડાવા માં આવતું હતું
આખરે માર થી એ વૃદ્ધ મૃત્યુ પામ્યો
એ સાચું બોલતો હતો
એ મુસ્લિમ નહિ પણ જૈન હતો
મુસ્લિમ ની જેમ જૈન પણ એક
લઘુમતી કોમ છે
આ નવું ભારત , ઇન્ડિયા છે
જે મારા મસ્તક ને શરમ થી ઝુકાવે છે
પણ મોટા ભાગ ના ગાંડુઓ
માટે આ ગૌરવ , સ્વાભિમાન ની વાત છે
એ એમનું સંઘી હિન્દુત્વ છે
જે મારા સનાતન હિન્દૂ ધર્મ થી અલગ છે