બસ હવે તો તારી જ અતીતની વાતો યાદ કરવાની છે,
તારી અતીત યાદોના સહારે આ જિંદગી વિતાવાની છે...
બસ હવે તો તારી જ અતીતની વાતો યાદ કરીને જીવું છું,
તારી સાથે જીવેલી ક્ષણોને સ્વપ્નમાં ફરી માણવાની છે...
બસ હવે તો તારી જ અતીતની વાતો વગોળયા કરું છું,
દર્દ દિલમાં છુપાવીને બહારથી દેખાડા પૂરતું હસવાની છે....
લાગણીના વશમાં આવીને મેં તો તારા પર વિશ્વાસ કર્યો હતો,
પ્રેમને બદલે દગો મળ્યો એટલે જિંદગી દરરોજ હારવાની છે...
અતીતની યાદમાં વર્તમાન બગડે એની પણ ખબર છે,
એકવાર પડી ગયેલી આદત હવે કયાં છૂટવાની છે..
અતીતની વાતો ને યાદ કરવાથી કંઈ પણ ફાયદો નથી ,
છતાં પણ આ દિલ આપણી વાત કયાં સાંભવાની છે.....
-Bhargav Jagad