💬💗અંત આવ્યો નહીં ને શરૂઆત થઈ,

રાત વિતાવવામાં ફરી ‌ રાત થઈ !



માર્ગમાં એક અકસ્માતનો ઝોન છે,

આપણી એ જગ્યાએ મુલાકાત થઈ !



માત્ર બે જણ મળ્યાં એને કહીએ મિલન,

એમાં ટોળું ભળ્યું યાને બારાત થઈ !



હું તને ચાહતો હોઉં છું એ ક્ષણો,

એ ક્ષણો તારા હોવાની તાકાત થઈ !



હોઠ પર એક-બે શબ્દ આવી ગયા,

આમ અરધી-અધૂરી કશી વાત થઈ !💬💗

Gujarati Poem by Ash : 111806474

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now