પ્રિય હું શું કહું !મારા હદયની વેદના કહેતા પહેલા તારાથી દૂર થઈ ગઈ.
હતા સાથે પ્રિયે ,ત્યારે એકબીજામાં ખોવાયેલા રહ્યા,આજે હું તારાથી દૂર થઈ ગઈ.
એકબીજા સાથે રહ્યા લાગણી વહેંચીને પ્રિયે પણ,આજે હું તારાથી દૂર થઈ ગઈ.
સમાજના બંધનમાં હું એવી ફસાઈ કે તને પામીને પણ,આજે દૂર થઈ ગઈ.
પ્રિયે રૂબરૂ કહેવા માગતી , હું તારી જીવનસંગિની માગું બનવા એ કહેતા પહેલા હું દૂર થઈ ગઈ.
સમાજના બંધનમાં,હું તારા અને મારા બંધન બાંધ્યા વિના, દૂર થઈ ગઈ.
કેવી તે આ પ્રિત પ્રિયે જાણતી છતાં અજાણી બની,આજે તારાથી દૂર થઈ ગઈ.
-Bhanuben Prajapati