મારી લાડલી મારી લાગણી રે,પપ્પાની પરી મારા દિલમાં દીવો બની રહેનારી ,તને ઘણી ખમ્મા મારા કાળજાના કટકાને રે..
રાત્રે સૂતા આવે મને સ્વપ્નાં, મારી લાડલી ક્યારે વાદળો વચ્ચે ઘેરાઈ રે, તને ઘણી ખમ્મા મારા કાળજાના કટકાને રે..
હાથમાં છત્રી લઈ વર્ષાથી ભીંજાતી તને રોકવા આવું રે,તને આંખનું રતન બનાવું રે,તને ઘણી ખમ્મા મારા કાળજાના કટકાને રે..
કરું વિનંતી કુદરતને મારી લાડલી ને દેજો હર સુખને ,હંમેશા એના મુખ પર રેલાવજો હાસ્ય રે,તને ઘણી ખમ્મા મારા કાળજાના કટકાને રે.
પપ્પાની આંગળીએ ચાલતી,તું ક્યારે મોટી થયી ગઈ, તું મારો પડછાયો બની રે,તને ઘણી ખમ્મા મારા કાળજાના કટકાને રે..
જુગ જુગ જીવજો મારા લાડકવાયી દીકરી તને પપ્પા લડાવે લાડ રે,તને ઘણી ખમ્મા મારા કાળજાના કટકાને રે...
પ્રજાપતિ ભાનુબેન બી" સરિતા"