મિત્ર
મિત્ર જો મળી જાય દિલથી ચાહનાર તો, જીવન ધન્ય બની જાય.
પડખે આવી ઊભો રહી જાય તેવો મિત્ર મળી જાય તો ,જીવન ધન્ય બની જાય.
હું તારી સાથે છું ''સખા "એવું કહેનાર મિત્ર મળી જાય તો, જીવન ધન્ય બની જાય.
તારા શ્વાસમાં હું,અને મારા શ્વાસમાં તેવો મિત્ર મળી જાય તો ,જીવન ધન્ય બની જાય.
વાગે ઠોકર મને અને દર્દ અનુભવે તેવો મિત્ર મળી જાય તો ,જીવન ધન્ય બની જાય.
મિત્ર જ્યારે સગાસંબંધીથી અધિક બની જાય તો, જીવન ધન્ય બની જાય.
-Bhanuben Prajapati