શીર્ષક : મન ભરી જીવી લો
મળી છે જીંદગી આ ધરતી પર અનમોલ, મન ભરીને જીવી લો.
આજનો વિચાર કરી,આવતી કાલની ચિંતા કર્યા વિના મન ભરીને જીવી લો.
જિંદગીની કસોટીમાં બિન્દાસ હસીને, મન ભરીને જીંદગી જીવી લો.
જે રહ્યું બાકી જીવન એને ફરી ગુલાબની જેમ મહેકતું બનાવી, મન ભરી જીવી લો.
લોકોની ચિંતા કર્યા વિના, હળવેથી પોતાના મનને જીતીને મન ભરીને જીવી લો.
જિંદગીને ગુલામની બેડીમાંથી બહાર કાઢી, મન ભરીને જીંદગી જીવી લો.
Bhanuben Prajapati