જીવન-મરણ
જીવન જીવવાની કળા ,મરણની બીકે માનવ આજે ભૂલી ગયો.
મારું -મારું કરતા કર્યું જીવન પૂરું અને ખુશ રહેવાનું ભૂલી ગયો.
સુંદર બગીચામાં કુદરતે મોકલ્યો જીવન જીવવાને, આનંદ લેવાનું ભૂલી ગયો.
સરવાળો, બાદબાકી માંડી જીવતરની, ફક્ત નફો કરવાનું ભૂલી ગયો.
સગાવહાલા માટે જીવન જીવતાં, જીવતાં, પોતાનું સાચું જીવન ભૂલી ગયો.
આંગણે આવીને ઊભું રહ્યું મોતને ,જીવન માં અફસોસ કરતા રહી ગયો.
પ્રજાપતિ ભાનુબેન બી "સરિતા"
-Bhanuben Prajapati