મુક્તકો
વિચારોની દોર છે ને શબ્દોની પતંગ,
મદમસ્ત હવામાં બની જશે એ મલંગ.
ભરશે એ મુક્ત ગગને ઊંચી ઉડાન,
રેલાશે પછી આકાશે અનેરો એ રંગ.
શબ્દોની ઉડાન છે આ આકાશ ભણી,
કરશે નોખી ક્રાન્તિ કલમ કસબ તણી.
વિચારોની સંકુચિતતા ભાંગશે જરૂર,
સ્વતંત્રતા ને સ્વમાન સાથે લેજો વણી.
'ઊર્મિ'