Gujarati Quote in Poem by Bhargav Jagad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શુન્યથી ઓછું મને કોઈ પણ પસંદ હોય તો એ તું છે,
આપણા બે હ્રદય વચ્ચેનું અંતર બસ આપણે બે છીએ...

અનંતથી પણ વધારે મને કોઈ વ્હાલું હોય તો એ તું છે,
વાસ્તવિકથી કલ્પના દુનિયામાં બસ આપણે બે છીએ.....

જો તું મારી સાથે હોય તો પછી મને કંઈ ચિંતા ન હોય,
લોકો ગમે એ કહે સાથે જીવવાનું તો બસ આપણે બે એ છીએ....

તારા હાથમાં મારો હાથ હોય બીજું શું જોઈએ મને તો,
મારી બધી કવિતાના શબ્દોમાં બસ આપણે બે છીએ....

મારા શ્વાસમાં તું છે, મારા વિશ્વાસમાં પણ તું છે,
જીવનની આ સફરમાં પણ બસ આપણે બે છીએ....

મારી બધી વાતમાં ફકત ને ફકત તારી જ યાદ હોય,
સુખ દુઃખમાં કે મુસીબતમાં બસ આપણે બે સાથે છીએ....

-Bhargav Jagad

Gujarati Poem by Bhargav Jagad : 111805193
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now