ચાલને આજે આપણે બે નવી શરૂઆત કરીએ.
જિંદગીની રાહમાં નવા વિચારો અને યુગ સાથે જીવીએ.
લોકોની ચિંતા કર્યા વગર એક નવી સફળતા પ્રાપ્ત કરીએ.
હું અને તું બધું ભૂલી જઈને પ્રગતિના પંથે આગળ ચાલીએ.
જીવનમાં લક્ષ્ય પ્રાપ્ત કરીએ અને લોકોને ચૂપ કરાવી દઈએ.
ચાલને આજે ભરી મહેફિલમાં આપણા દર્દને વહેંચી દઈએ.
સુકાન વિનાની નાવમાં બેસી ચાલને નવા સુકાની બનીએ .
ચાલને હવે બધી વેદના મૂકીને ,પ્રેમની દિશા તરફ વળીએ.
-Bhanuben Prajapati