હું તો તારા સ્પર્શથી જ તારામાં સમાય જાવ છું,
હું કોણ છું ક્યાં છું એ પણ કયારેક ભૂલી જાવ છું.
તારા સ્પર્શમાં એવો જાદુ છે કે બસ દિલને ગમ્યાં જ કરું,
હું તો તારા સ્પર્શથી જ તારા પ્રેમમાં ઘાયલ થઈ જાવ છું,
તારા શબ્દોનો સ્પર્શ એવો છવાયો કે વાત શું કરું એની,
હું શું કરું છું શું બોલું છું એનું પણ ભાન ભૂલી જાવ છું...
તારા લાગણીકેરા સ્પર્શમાં તો ભીંજવાનુ મન થાય,
હું તો બસ તારા ને માત્ર તારા ખ્યાલોમાં ખોવાઈ જાવ છું....
તારી કામણગારી આંખોમાં તો કેવો નશો ભર્યો છે,
હું તો બસ તારી કાતિલ નજરોમાં જ ફસાઈ જાવ છું...
તારા વ્હાલભર્યા સ્પર્શના વિચારથી ખુશ થઈ જાય,
હું તો બસ તારી સાથે હોવાના અહેસાસમાં છવાઇ જાવ છું....
-Bhargav Jagad