ક્ષણે ક્ષણે શ્વાસોની હત્યા થઈ રહી છે. અનેક અરમાનો મૃત પામ્યા છે, આંખો ખુલતા સપનાઓનો ગર્ભપાત થયો છે. ડગમગતા આ કદમ ફરી મને ભૂતકાળના દાવાનળમાં ધકેલી રહ્યા છે. ધબકતા હૃદયની ધડકન પણ આક્રંદ કરી રહી છે. ટોળે વળી ને માણસ વીડિયો બનાવી રહ્યો છે અને માનવતાની સરેઆમ હત્યા થઈ છે. વિશ્વાસના કપડાં પહેરી વિષધરો અડ્ડો જમાવી બેઠા છે. ચેતજો સર્જનો આ દુનિયા છે.....
મનોજ સંતોકી માનસ