Gujarati Quote in Whatsapp-Status by Bhanuben Prajapati

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માતૃદિવસ

ઉજવાઈ રહ્યા છે આજે દેશભરમાં માતૃદિવસ,દીકરા લઈ રહ્યા છે " માં" જોડે સેલ્ફી

શું! એકદિવસ પૂરતી" માં" વહાલી બની, તમે એને આજે સ્ટેટ્સ માં આભાર સૂચવ્યો .

"માં" ક્યારેય "કુ માતા "બને નહિ એ સંતાનો માટે જીવન આખું બાળીને સંતાનો માટે જીવતર હોમી દે.

સમય જતાં આવ્યા દિવસો એવા ,કેટલાકની જનેતા સંતાનો વિના અશ્રુઓ ભીની છે.

સંતાનો પાસે સમય માગે જનેતા, દીકરા આજે તો મારી જોડે બે ઘડી વાત કરી લે.

એજ સંતાનો કહે : ક્યાં સમય છે અમારી પાસે તમે જપો માળા ,અમને મૂકો હવે વેગળા.

એ ઘડી જનેતાની વેદના કલ્પી ન શકાય એવી દર્દ ભરી ડુસકા ભરતી જનેતા.

"મધર્સ ડે" એક દિવસ માટે ના હોય ,સાચો ડે એ જેં જનેતાની બુમે અડગ ઊભો હોય .

લાખો ખર્ચે મળશે બધું મળશે નહિ, મમતા દેનારી નિસ્વાર્થ ભાવે રહેતી જનેતા.

આજે કરો સંકલ્પ કોઈ જનેતા હવે ના જાય ઘરડા ઘરમાં એજ સાચો મધર્સ ડે...

Happy mother's day
પ્રજાપતિ ભાનુબેન બી "સરિતા"

-Bhanuben Prajapati

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111804332
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now