Gujarati Quote in Poem by Bhargav Jagad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે દેખાય છે પ્રતિબિંબ તારું,
ત્યારે શોધું છું ખુદનું યાદોનું સરનામું...

રોજ મારા ધડકતા દિલને મનાવું છું,
એક દિવસ મળશે ખુદનું જ યાદોનું સરનામું...

જયારે મહેસુસ થાય છે સાથ તારો,
ત્યારે શોધું છું તારી યાદોનું સરનામું....

રોજ મારા ચંચળ મનને સમજાવું છું,
એક દિવસ મળશે મને તારા સંગાથનું સરનામું....

જયારે ભટકાઈ છે મનમાં યાદ તારી,
ત્યારે શોધું છું તારા સ્નેહનું સરનામું...

રોજ મારા દરેક શ્વાસમાં તને ચાહું છું,
એક દિવસ મળશે મને નિસ્વાર્થ પ્રેમનું સરનામું....

-Bhargav Jagad

Gujarati Poem by Bhargav Jagad : 111804272
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now