' મા ' આ એક અક્ષર આગળ આખો શબ્દકોશ વામણો લાગે... ' મા ' ના વાત્સલ્યને મૂલવવા માટે તો આખું આયખું પણ નાનું લાગે. છતાં પણ આ એક દિવસનું ઘણું મહત્ત્વ છે. ભૂલ્યાં-ભટકેલાં ઘણા સંતાનોને આજે પોતાની ' મા ' પ્રત્યે પ્રેમ ઊભરાઈ આવ્યો હશે. તેમની મા વિચારતી હશે કે, " હાશ, જે મોબાઇલ આખું વર્ષ મારા દીકરાને પોતાનામાં ગળાડૂબ રાખે છે, એ એક દી તો મારી યાદ અપાવે છે! " જે દિવસ એક ' મા ' ના ચહેરા પર ખુશી લાવે તે શી રીતે નાનો હોઈ શકે? એટલા માટે વિશ્વની સમસ્ત જનેતાઓને ' હેપ્પી મધર્સ ડે. '