એક વાર તો અહીંયા નમાવી લો શીશ,
વિધિના લેખ પણ બદલી નાખશે મારો દ્વારકાધીશ...
એક વાર તો અહીંયા ભૂલાવી લો બધાં વેરઝેર,
દુશ્મનને પરમ મિત્ર બનાવી આપશે મારો શ્યામ...
એક વાર તો અહીંયા કરી લ્યો ભાવથી ભક્તિ,
મૂશ્કેલીનો સામનો કરવા શક્તિ આપશે મારો કૃષ્ણ...
એક વાર તો જમાડી જુવો કોઈ ભૂખ્યાને ભોજન,
કોઈ દિવસ તમને ભૂખ્યા ન રહેવા દે મારો કનૈયો....
એક વાર તો થોડી બતાવી દેવો પોતાની માણસાઈ,
કોઈ સામે કંઈ પણ માગવા ન દેશે મારો રણછોડ....
એકવાર તો અહીંયા સમર્પિત કરી લો જીવન,
લક્ષચોર્યાશી બંધનમાંથી મુક્તિ અપાવશે મારો માધવ...
-Bhargav Jagad